નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઈટ્રેટ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ફાટી નીકળી વિકરાળ આગ

વડોદરાના નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઈટ્રેટ કંપનીમાં આજે સાંજે 6 વાગ્યાની આસપાસ પ્રચંડ બ્લાસ્ટ થયો

ફાયર બ્રિગેડના એક કર્મચારીએ જણાવ્યું કે બ્લાસ્ટ બોઈલરમાં થયો હતો. આ પછી આગ આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ અને તેના કારણે અન્ય બે બોઈલર પણ ફાટ્યા. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

એક બાદ એક 8 ધડાકા થયા હતા અને 10 કિમી દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

કન્ટેનરમાં આગ લાગવાને કારણે આ બનાવ બન્યો હતો. પાંચ હજાર લિટર ભરેલાં કેમિકલના કન્ટેનરમાં આગ લાગી હતી.

આ દુર્ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેઓને સારવાર અર્થે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.